
Bhagavat: ભીલ લોકો અયોધ્યાની ( Ayodhya ) પ્રજાનું સ્વાગત કરે છે, લોકો ભેટ આપે છે પણ ભીલ-કોળી લોકો કંઈ લેતા નથી. પંદર દિવસ પહેલાં ભીલો લૂંટી લેતા પણ રામજીનાં ( Ram ) દર્શન કર્યા પછી, વૃત્તિ બદલાઈ હતી. રઘુનાથકી નજરિયા જાદું ભરી હૈ. રઘુનાથજીના દર્શનથી
અમારું પાપ છૂટી ગયું. અમે ચોરી કરતા, હિંસા કરતા, વગેરે અમારી આદત છૂટી ગઇ. રામના દર્શન કરતા ચિત્રકૂટના ભીલ
કોળીઓનું જીવન સુધર્યું, છતાં આપણું જીવન ન સુધરે, તો તેના જેવું પાપ બીજું કયું? રામજીનાં દર્શન કરતા સ્વભાવ સુધરે તેમાં
આશ્ર્ચર્ય નથી. પણ રામજીનું નામ લેતા પણ સ્વભાવ સુધરે છે.
આ બાજુ પ્રજાજનો વ્યાકુળ છે. રામજી અયોધ્યા ન આવે ત્યાં સુધી કોઈને શાંતિ નથી. ( bharat ) ભરત, શત્રુઘ્ન, તમે વનમાં રહો
અને રામ, લક્ષ્મણ ( Lakshman ) અને સીતાને ( Sita ) અમે અયોધ્યા લઈ જઈશું.
ભરત બોલ્યા:-ગુરુજી, તમે મારા મનની વાત કહી. રામજી અયોધ્યા પધારે તો ગુરુજી, ચૌદ વર્ષ શું આખી જિંદગી અમે
વનમાં રહેવા તૈયાર છીએ. કાનન કરઉ જનમ ભરી બાસુ ।
કૌશલ્યાએ ( Kaushalya ) આ સાંભળ્યું, આમાં ફેર શું? ભરત અને રામ બંન્ને મારા માટે સરખા છે.
છેવટે વસિષ્ઠ બોલ્યા, લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે. પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે આ ભરતની નિષ્ઠા
દિવ્ય છે. રામ! તમે ભરત સુખી થાય તેવો ઉપાય કરો.
રામજીએ કહ્યું, કાંઈ સંકોચ ન રાખો. તું કહે તે પ્રમાણે કરવા હું તૈયાર છું. હું તને નારાજ નહિ કરું.
ભરતજીને થયું, મોટાભાઇએ મારા પાપ માફ કર્યાં છે. કોઈ દિવસ મારું દિલ દુભાવ્યું નથી.
ભરતજી કહે છે:-હું આપનો સેવક છું. આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારી કરીને અમે
આવ્યા છીએ. આપને રાજયતિલક કરવામાં આવે. અયોધ્યા જઈ આપ સર્વને સનાથ કરો. રામ, લક્ષ્મણ અયોધ્યા જાય તથા હું
અને શત્રુધ્ન વનવાસ ભોગવીશું. અથવા લક્ષ્મણ, શત્રુઘ્નને અયોધ્યા મોકલો અને મને સેવાનો લાભ આપો અથવા અમે ત્રણે
ભાઈઓ વનમાં રહીએ અને આપ સીતાજી સાથે અયોધ્યા જાવ.
તે જ સમચે જનક રાજાના દૂત આવ્યા.
પ્રાતઃકાળમાં જનકરાજા ત્યાં આવ્યા, જનક મહારાજાનું સ્વાગત કરાયું. પુષ્કળ વાતો થઈ. સીતાનો તપસ્વીનો વેશ
જોતાં, જનકનું હ્રદય ભરાઇ આવ્યું. કૌશલ્યાએ કહ્યું:-આ ભરતને સમજાવો, આ ભરત ચૌદ વર્ષ કેવી રીતે જીવશે? રામવિરહ
તે સહન કરી શકશે નહિ. ભરતને સંતોષ થાય તેવું કરો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૭
જનક રાજા:-હું બ્રહ્મજ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કાંઇ કામ કરતી નથી.
જનકે તો એટલું જ કહ્યું, બેટા, તેં બન્ને કુળોનો ઉદ્ધાર કર્યો. પુત્રી,તેં તો બન્ને કુળો પવિત્ર કર્યા. હુઁ સીતાને મારી સાથે લઈ
જઈશ.
સીતાજી:-મારા પતિનો વનવાસ એ મારો પણ વનવાસ છે. પિતાજી, મને વધારે આગ્રહ ન કરો.
તે પછી ત્રીજો દરબાર ભરાયો છે. ભરત આજ્ઞા માગે છે.
રામજી:-ભરત! આજ સુધી મેં તને નારાજ કર્યો નથી. પિતાજીની બન્ને આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા તારે
પાળવાની છે. બીજી આજ્ઞા મારે પાળવાની છે.
ભરતજી – નાથ! હું એકલો કઈ રીતે જઈશ? મને કાંઈ આલંબન આપો.
રામજીએ ચરણપાદુકા આપી. જે ભરતે માથે ચઢાવી. બંધુપ્રેમનો આદર્શ બતાવવા ભરતજી સીતારામ, સીતારામ ( Sitaram ) બોલતા
બોલતા જાય છે. ભરતજી અયોધ્યા આવ્યા. ભરતજીએ પ્રભુની ચરણપાદુકાની રાજસિંહાસન ઉપર સ્થાપના કરી છે. ભરતજી
ગોમૂત્રયાવક વ્રત કરે છે. ગાયને જવ ખવડાવે તે જવ છાણમાં બહાર- નીકળ્યા પછી ગોમૂત્ર સાથે ઉકાળે તે પ્રમાણે ઉકાળેલા જવ
દિવસમાં એક વાર આરોગે છે. રામજીની તપશ્ચર્યા કરતાં ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. ભરતનો પ્રેમ એવો તે જડ પાદુકા ચેતન
બની જાય છે. જેને રામનો વિયોગ હોય તેનું જીવન કેવું હોવું જોઇએ તેનો આદર્શ ભરતે જગતને બતાવ્યો છે. આપણને રામનો
વિયોગ છે. મનુષ્યનું જીવન ભરતના જેવું હોય તો રામ મળે. ભરતનું ચરિત્ર મનુષ્ય માટે અનુકરણીય છે. રામજીની પાદુકાની
આજ્ઞા વગર ભરત કાંઈ કરતા નથી. કોઈપણ મુંઝવણમાં કોઈ જીવની સલાહ લો, એ ઠીક છે. પણ ભગવાનની સલાહ લો એ અતિ
ઉત્તમ છે. સલાહ ઠાકોરજીની લેવી. જીવની સલાહ મોટે ભાગે રાગદ્વેષવાળી હોય છે. તમને કાંઈપણ મુંઝવણ હોય તો ઠાકોરજીનો
શૃંગાર કરી, ભોગ ધરી, આરતી કરી પછી શાંતિથી હાથ જોડી આ મહામંત્રનો જપ કરો:-કાર્પણ્યદોષોપહતસ્વભાવ: પૃચ્છામિ ત્વાં
ધમંર્સંમૂઢચેતા: । આ શ્ર્લોક મહામંત્ર છે. આ શ્ર્લોકનો જપ કરો અને ભગવાનનાં ચરણમાં સૂઇ જાવ. ભગવાન સ્વપ્નમાં
માર્ગદર્શન આપશે.