
Bhagavat: ઇન્દ્રિયમાં સ્થૂલ વાસના છે, બુદ્ધિમાં સૂક્ષ્મ. સંતોના ધર્મો ( Religions ) જીવનમાં ઉતારવાથી સ્થૂલ વાસનાનો ( lust ) નાશ થાય છે, પણ મન અને બુદ્ધિમાં જે સૂક્ષ્મ વાસના રહેલી છે, તેનો નાશ થતો નથી.
મનના માલિક દેવ છે ચંદ્ર, બુદ્ધિના માલિક દેવ છે સૂર્ય, આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો નાશ થાય.
વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો ક્ષય થતો નથી અને મોહના ક્ષય વગર મુક્તિ મળતી નથી. મનમાંથી સૂક્ષ્મ મળનો નાશ થાય,
ત્યારે જ મુક્તિ મળે છે.
જ્ઞાની પુરુષો ( wise men ) સંસારમાં સાચું સુખ નથી, એવો વારંવાર વિચાર કરે છે. બુદ્ધિગત વાસના સૂર્ય ચંદ્રની ઉપાસના ન કરે,
ત્યાં સુધી જતી નથી.
મનમાં પણ બિલકુલ સૂક્ષ્મ વિકાર ન રહે તો મન શ્રીકૃષ્ણમાં ( Shri Krishna ) મળી જાય. અર્થાત્ મન મરે તો મુક્તિ મળે. આત્મા તો
નિત્ય મુક્ત છે. મનને મુકત કરવાનું છે. ઇન્દ્રિયગત વિકાર વાસનાનો નાશ, સંતોના ધર્મોનું આચરણ કરવાથી થાય છે. જે વિકાર
વાસના, મન અને બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે છે, તેનો વિનાશ જલદી થતો નથી. જેનો છેલ્લો જન્મ હોય તેનું જ મન અતિ શુદ્ધ થાય છે.
મારું મન શુદ્ધ છે, એવી કલ્પના ન કરો, એવું માને તો સાધન તરફ ઉપેક્ષા જાગે છે. સત્કર્મથી સંતોષ ન માનો. ભોજનથી સંતોષ
માનો પણ ભજનથી નહીં.
ઇન્દ્રિયગત વાસનાનો નાશ થયો, પણ મનોગત વાસના રહી ગઈ. ઇશ્વર સાથે એક થવું છે. મનમાં અને બુદ્ધિમાં રહેલી
વાસના કૃષ્ણમિલનમાં ( Krishnamilan ) વિધ્ન કરે છે. આપણું લક્ષ્યબિંદુ શ્રીકૃષ્ણને મળવાનું છે. ઈશ્વર સાથે એક થવાનું છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે.
ભગવાન સાથે તન્મય થવા ભાગવતની કથા છે. કથા સાંભળવી એ પુણ્ય છે. કર્મોનું ફળ કાળાંતરે મળે છે. ભાગવતની ( Bhagwad gita )
કથા સાંભળવાનું ફળ તરત મળે છે. ભાગવતની કથાનું ફળ છે, સંસારના વિષયનું વિસ્મરણ, અને ઈશ્વર સાથે તન્મયતા. અને
એ જ સર્વ સાધનાનું ફળ છે. કથા કીર્તનમાં તન્મયતા અનાયાસે થાય છે. અનાયાસે જગતને ભૂલી, ઈશ્વર સાથે તન્મય થવું એ
સર્વ સાધનાનું ફળ છે.
જગતમાં ‘હું’ રહેવાનો, પણ જગત મારા મનમાં ન આવે. સંસારના વિષય મનમાં ન આવે, તેને માટે મુક્તિ સુલભ છે.
પ્રભુએ જગત ઉત્પન્ન કર્યું છે, તે ભજનમાં વિક્ષેપ કરતું નથી. પણ મનથી જે જગત ઊભું થાય છે, તે ભજનમાં વિક્ષેપ કરે છે.
મનમાંથી સંસારના સ્વરૂપને કાઢી નાંખો એટલે ત્યાં શ્રીકૃષ્ણ આવશે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨
બુદ્ધિગત કામનો નાશ કરવા આ નવમા સ્કંધની કથા છે. એક તેલની બરણી છે. તેમાં ઘણાં વર્ષોથી તેલ રાખો છો.
બરણી પાંચ વખત ધોશો તો બરણી સ્વચ્છ થશે, પણ ચિકાશ રહી જશે. હવે આ ચિકાશવાળી બરણીમાં મુરબ્બો ભરશો તો
મુરબ્બો બગડી જશે. મનુષ્યનું મસ્તક-બુદ્ધિ એ બરણી છે. અને વર્ષોની આ બરણીમાં કામવાસના રૂપી તેલ રાખતાં આવ્યા છે.
બુદ્ધિરૂપી પાત્રમાં શ્રીકૃષ્ણરૂપી રસ રાખવાનો છે. બુદ્ધિમાં કામની સહેજ પણ ચિકાસ હશે તો પ્રેમરસ, ભક્તિરસ તેમાં ઠરશે નહિ.
બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય ત્યારે પ્રેમરસ, ભક્તિરસ તેમાં ઠરે. પરમાત્મા બુદ્ધિમાં આવે, ત્યારે પૂર્ણ શાંતિ મળે છે. બુદ્ધિમાં
ઇશ્વરનો અવુભવ ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ થતો નથી. સંસારના વિષયોનું જ્ઞાન બુદ્ધિમાં આવે ત્યારે વિષયો સુખરૂપ
બને છે. પરમાત્માને બુદ્ધિમાં રાખવા છે. ઈશ્વર બુદ્ધિમાં આવે છે ત્યારે જ ઈશ્ર્વર સ્વરૂપનું જ્ઞાન પૂર્ણ આનંદ આપે છે. જેમ તેલની
થોડી ચિકાસથી મુરબ્બો બગડે, તેમ બુદ્ધિમાં વાસનાનો થોડો દૂષિત અંશ રહી જાય, તો બુદ્ધિ સ્થિર અને વાસના રહિત થશે નહિ.
તે માટે મનના માલિક ચંદ્રનું અને બુદ્ધિના માલિક દેવ સૂર્યનું આરાધન કરવાનું. ત્રિકાળ સંધ્યા કરો તો, બુદ્ધિ વિશુદ્ધ થશે.
વાસનાનો વિનાશ કરવા સંતોના ધર્મો બતાવ્યા. તેમ છતાં શુકદેવજીને લાગ્યું કે પરીક્ષિતના મનમાં હજુ સૂક્ષ્મ વાસના
રહી ગઈ છે. રાજાને રાસલીલામાં લઈ જવો છે. મરતાં પહેલાં પરમાનંદ આપવો છે. બુદ્ધિમાં કામવાસના હશે, તો તેને શ્રીકૃષ્ણનાં
દર્શન થશે નહિ. તેથી બુદ્ધિમાંની વાસનાનો પૂર્ણ વિનાશ કરવા, સૂર્ય-ચંદ્રવંશની કથા કહી.
શ્રીરામ ( Shree Ram ) ન આવે, ત્યાં સુધી શ્રીકૃષ્ણ આવતા નથી. ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે. છતાં શ્રીરામને પધરાવ્યા પછી
જ, શ્રીકૃષ્ણ આવે છે. જેના ઘરમાં રામ ન આવે તેનો રાવણ-કામ મરતો નથી. અને એ મરતો નથી, ત્યાં સુધી શ્રીકૃષ્ણ આવતા
નથી. આ રાવણને મારવાનો છે. રાવણ ત્યારે મરશે જ્યારે રામજીની મર્યાદાનું પાલન કરશો. કોઇપણ સંપ્રદાયમાં માનો, પણ
જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી.