
પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર-મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાંજાય છે.ભાગવતના ચોથા સ્કંધમાં બારમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં સ્પષ્ટ કહેલું છે કે ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર પગ રાખીને વિમાન ઉપર ચઢયા.
મૃત્યોર્મૂર્ધ્નિ પદં દત્ત્વા આરુરોહાદ્ભુતં ગૃહમ્।।ભા.સ્કં.૪.અ.૧૨.શ્ર્લો.30.
ભગવાનના ભક્તોને મૃત્યુનો ડર રહેતો નથી.મનુષ્ય નિર્ભય થતો નથી, કારણ કે તે ઈશ્વરનો થતો નથી. જે ઇશ્વરને શરણે ગયો તે નિશ્ચિંત બને છે, નિર્ભય બને છે.
સુતીક્ષ્ણઋષિ માનસમાં કહે છેઃ-મારુંઅભિમાન રોજને રોજ વધે.કયું અભિમાન?હુંભગવાનનો છુંઅને ભગવાન મારા છે તે.
અસ અભિમાન જાર્ઈ જનિભોરે।મૈં સેવક રઘુપતિપતિ મોરે ।।
ભગવાનનો આશ્રય કરે છેતે નિર્ભય બને છે. તેને કાળનો ડર પણ રહેતો નથી. કાળ એ તો પરમાત્માનો દૂત છે.કાળના પણ કાળ, પરમાત્માને શરણે ગયા તો કાળ પણ શુંકરી શકે?
ધ્રુવજી અર્થાર્થી ભક્ત છે. ધ્રુવજી શરણે ગયા.ભગવાને તેમને દર્શન આપ્યાં, રાજ્ય આપ્યું અને અંતે વૈકુંઠલોક પામ્યા.આ છે અનન્ય શરણાગતિનું ફળ.
ધ્રુવજીનુંદૃષ્ટાંત બતાવે છે કે, દૃઢ નિશ્ચય થી ગમે તેટલુંમહાન, મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે. પણ તે નિશ્ર્ચય કેવો હોવો જોઈએ? દેહંપાતયામિવા કાર્યમ્ સાધયામિ વા ।હુંમારા દેહને પાડીશ અથવા કાર્યને સાધીશ.
આ દૃષ્ટાંત વઘુમાં એ પણ બતાવે છે કે, બાલ્યાવસ્થાથી જ જે ભગવાનને ભજે છે, તેને ભગવાન મળે.વૃદ્ધાવસ્થામાં ભગવાનને ભજે તેનો આવતો જન્મ સુધરે. પરંતુ આ જન્મમાં જ ભગવાનને મેળવવા હોય તો બાલ્યાવસ્થાથી જ ભગવાનને ભજવા જોઇએ.બાલ્યાવસ્થામાં જે સારા સંસ્કાર પડે, તે કદી જતા નથી.સુનીતિનીજેમ તમારાંબાળકોમાં ધર્મનાં સંસ્કારો નાનપણથી જ સિંચો.
ઘ્રુવચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણ્રન કરે છે, નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતાં.ત્યાંપ્રચેતાઓનુંમિલન થયુંછે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૫
પરીક્ષિત પ્રશ્ન કરે છે:-આ પ્રચેતાઓ કોણ હતા? કોના પુત્ર હતા? આ કથા વિસ્તારથી કહો.
મૈત્રેયજી, વિદુરજીને અને શુકદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે:- ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે.
ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયો.અંગને ત્યાં વેન થયો છે. અંગ સદાચારી અને વેન દુરાચારી થયો છે. વેનના રાજ્યમાં પ્રજા બહુ દુ:ખી થઈ. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. બ્રાહ્મણોએ વેનને શ્રાપ આપીને તેનો નાશ કર્યો. રાજા વગર પ્રજા દુ:ખી થઈ. વેનના શરીરનુંમંથન કરવામાં આવ્યું.પ્રથમ એક કાળો પુરુષ પ્રગટ થયો, નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનુંમંથન કરી, પ્રથમ પાપ બધુંબહાર કાઢયું.દૂંટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી. દૂંટીથી ઉપરનો ભાગ ઉત્તમ ગણાય છે. દૂંટીથી નીચેના ભાગનુંસુખ લેવા જેવુંનથી. મનુષ્યનો ઉપરનો ભાગ પવિત્ર છે. તે પછી ઉપરના પવિત્ર ભાગનું-બાહુનું મંથન, વેદમંત્રો દ્વારા કરવામાં આવ્યું, તેથી પૃથુમહારાજનુંપ્રાગટય થયું. આ લોકોએ હાથનું મંથન કર્યું એટલે અર્ચનભક્તિરૂપ પૃથુ મહારાજ પ્રગટ થયા. જો હ્રદયનુંમંથન કર્યું હોત તો સાક્ષાત્ નારાયણ પ્રગટ થવાના હતા.પૃથુ મહારાજ અર્ચન ભક્તિનુંસ્વરૂપ છે, તેથી તેની રાણીનુંનામ અર્ચિ છે. અર્ચન ભક્તિમાં પૃથુ શ્રેષ્ઠ છે. તેઓ નિત્ય મહાભિષેક કરે. પૃથુ મહારાજના રાજ્યમાં પ્રજા સુખી થઈ છે. પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. આ યજ્ઞમાં ઘોડો છૂટો મુકવામાં આવે છે.ઘોડો કોઈ ઠેકાણે ન બંધાય તો તેનું બલિદાન અશ્વમેધ યજ્ઞમાં કરવામાં આવે છે. અશ્વ એ વાસનાનુંસ્વરૂપ છે અને તે કોઈ વિષયમાં ન બંધાય તો આત્મસ્વરૂપમાં લીન થાય. વાસના કોઈ વિષયમાં ન બંધાય તો વિવેકથી યુદ્ધ કરી, તેને શુદ્ધ કરવાની છે.આ યજ્ઞમાં ઈન્દ્રે વિઘ્ન કર્યું. તે ઘોડાને લઈ ગયો.તે યજ્ઞમાં અત્રિ મહારાજ બેઠા હતા. પૃથુનો પુત્ર ઘોડો લઈ આવે છે. ભગવાન ત્યાં પ્રગટ થાય છે.
પૃથુ સ્તુતિ કરે છે:-મને મોક્ષની પણ ઇચ્છા નથી,ત્યાં તમારી કીર્તિ કથા સાંભળવાનુંસુખ મળતું નથી.મારી તો એક જ પ્રાર્થના છે કે કથાશ્રવણ કરવા મને દશ હજાર કાન મળે કે જેથી તમારી લીલા-ગુણોની કથા સાંભળતો જ ૨હું.
પૃથુએ માગ્યુંકે એક ચરણની સેવા લક્ષ્મી કરે, બીજા ચરણની સેવા હુંકરું.
પૃથુ રાજાએ ધર્મથી પ્રજાનું પાલન કરી, પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનુંયુક્તિથી દોહન કરેલું.પૃથુ મહારાજ પ્રજાને, વારંવાર ધર્મનું શિક્ષણ આપે છે.મારી પ્રજા ધર્મની મર્યાદાઓનું પાલન કરે.
પૃથુ મહારાજ ગાય તથા બ્રહ્મણોનુંપાલન કરતા હતા.ગાય ઘાસ ખાય છે અનેઆપે છે દૂધ.બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરી, સર્વને જ્ઞાનદાનકરે છે.ગાય અને બ્રાહ્મણ સંતોષ પામેએટલે પ્રજાને શક્તિ અને જ્ઞાન મળે, તેથી પ્રજા સુખી થાય. આજકાલના રાજ્ય કરનારાઓ આનો વિચાર કરે તો પ્રજા સુખી થાય.જ્યારે સંપત્તિ કરતાં પણ સારાસંસ્કાર તથા ધર્મની અનિવાર્યતા લાગશે અને તે વધશે, ત્યારે દેશ સુખી થશે.