
પશુઓ જાતિભેદ પાળે છે, ભેંસને જોવાથી બળદમાં વિકાર આવતો નથી. લોકો ગીતાજી વાંચે છે. પણ તેનો અમલ કરતા નથી.ભગવાને કહ્યુંછે, આ જાતિઓ, વર્ણાશ્રમ મેંબનાવ્યા છે.તેમ છતાં આજે લોકોકહે છે કે અમે વર્ણાશ્રમ ધર્મમાં માનતા નથી. જેના જીવનમાં સંયમ નહિ, સદાચાર નહિ, ધર્મમાં નિષ્ઠા નહિ, પ્રભુ પ્રત્યે પ્રેમ નહિ, એ સુધર્યા કે બગડયા?એ સુધર્યા કહેવાય નહિ. એ જીવન સુધર્યુનથી,બગડયું છે. સુધરેલા લોકો કહે છેઆ દેખાય છે ઘણી સુંદર.સુંદર હોય પછી તે ગમે તે જાતની હોય તો પણ મને વાંધો નથી.
સુંદર દેખાય છે એમ સમજી તેના કુળ ગોત્રનો વિચાર કર્યા વિના પુરંજને તેની સાથે લગ્ન કર્યું. પુરંજન સ્ત્રીમાં એવો આસક્ત થયો છે કે થોડા સમયમાં તેને ત્યાં ૧૧૦૦ પુત્ર થયા.સ્ત્રીનું નામ પુરંજની છે. પુરંજની એ બુદ્ધિ છે. અગિયારઈન્દ્રિયોનુંસુખ ભોગવવાના સંકલ્પો તે જ અગિયારસો બાળકો.ઇન્દ્રિયો અગિયાર છે. એક એકના સો પુત્રો. તે પુત્રો માંહે માંહે લડતા.એટલે કે સંકલ્પ-વિકલ્પોનુંયુદ્ધ હંમેશા થાય છે. એક વિચાર ઉદ્ભવે તેને બીજો વિચાર દબાવી દે છે.અગિયાર ઈન્દ્રિયોમાં જીવ ફસાયો છે. પાંચ પ્રાણ શરીરનુંરક્ષણ કરે છે, ઈન્દ્રિય સુખ ભોગવવાના સંકલ્પ-વિકલ્પ એ અગિયારસો સંતાન છે. સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે. બુદ્ધિના સંકલ્પો-વિકલ્પો જીવાત્માને રડાવે છે. ઘણાં વર્ષો સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવે છે.
કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે, કોઈ લગ્ન કરતુંનથી. પછી પુરંજનની ઈચ્છા ન હોવા છતાં જરા તેને વળગી. જરાએ પુરંજન સાથે લગ્ન કર્યું, ભોગ ભોગવે તેને વૃદ્ધાવસ્થા એટલે કે જરા વળગે છે. વૃદ્ધાવસ્થા આવવાની છે. તેનો ખ્યાલ રાખો. જવાની એટલે જવાની જ.એટલે કે જે રહેવાની નથી તે. યોગીને કોઈ દિવસ જરા વળગી શકે નહિ. તે પછી મૃત્યુનો સેવક પ્રજવર આવ્યો. પ્રજવર એટલે અંતકાળનો જવર. સ્ત્રીમાં અતિઆસક્ત હોવાથી અંતકાળમાં સ્ત્રીનુંચિંતન કરતાં કરતાં શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યારૂપે જન્મ્યો.સ્ત્રીનુંચિંતન કરતાં, પુરંજન સ્ત્રી થયો છે. પુરુષોને આ સાવધાન કરે છે કે કોઈ સ્ત્રીનુંબહુ ચિંતન નહીં કરશો.નહીંતો બીજા જન્મમાં સાડી પહેરવી પડશે. કોઈ ધણી થશે, છોકરાઓ થશે, અનેક ઉપાધિઓ છે. તેનો વિચાર કરતાં પણ કંપારી છૂટે છે. પુરંજન પુરુષ હતો, પણ સ્ત્રીનું વારંવા૨ ચિંતન કરતો હતો. તેથી બીજા જન્મમાં તે સ્ત્રી થયો છે. એવું નથી કે કોઈ કાયમના માટે પુરુષ અને કોઈ કાયમના માટે સ્ત્રી જન્મ જ પામે છે. વાસના પ્રમાણે આ જીવના શરીર બદલાય છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૭
બાલ્યાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં સત્કર્મો કરેલા હતાં. યુવાનીમાં જ પાપ કરેલું, તેથી પુણ્યનાપ્રતાપે વિદર્ભ દેશમાં, એટલે કે એક બ્રાહ્મણના ઘરમાં કે જ્યાં દર્ભનો વિશેષ ઉપયોગ થાય, એવા કર્મકાંડી બ્રાહ્મણને ઘરે પુરંજનનો કન્યારૂપે જન્મ થયો. મર્યાદાથીઘર્મનુંપાલન કરતાં કરતાં દ્રવિડ દેશના પાંડય રાજા સાથે લગ્ન થયાં. કર્મ કરતાં, ચિત્તશુદ્ધિ થઈ,દ્રવિડ દેશ એટલે ભક્તિ મહારાણીનુંપિયર. પાંડચ રાજા એટલે ભક્ત પતિ સાથે લગ્ન થયાં.
કર્મ કરતાં કરતાં ચિત્તશુદ્ધિ થાય તો ભક્તિ કરી શકે છે. લોકો માને છે કે ભક્તિ માર્ગ સહેલો છે. પરંતુ ભક્તિ માર્ગ અતિ કઠણ છે. મર્યાદા ધર્મનુંપાલન કર્યા વગર ભક્તિનો ઉદય થતો નથી. ચિત્તશુદ્ધિ થયાવિના, ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. જ્ઞાન પરમાત્માને અંતરમાં અનુભવ કરવા માટે છે.
ભક્ત પતિ સાથે લગ્ન થયા પછી એક કન્યા અને સાતછોકરાઓ થયા. પહેલી કન્યા થઈ, કન્યા એટલે કથા શ્રવણમાં રૂચિ. સત્સંગમાં રુચિ. આ પ્રમાણે ભક્તિનો જન્મ થયો. તે પછી સાત પુત્રો થયા, સાત પુત્રો તે ભક્તિના સાત પ્રકાર છે.શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય,એટલે કે સાત પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલાનુંકાનથી શ્રવણ, મુખથીકીર્તન અને મનથી સ્મરણ કરતાં અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થયાં.ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી વંદનભક્તિ સિદ્ધ થઈ. મનુષ્ય પ્રયત્ન કરવાથી સાત પ્રકારની ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આઠમી સખ્ય અને નવમી આત્મનિવેદન ભક્તિ, પ્રભુ જેના ઉપર કૃપા કરે છે તેને મળે છે.