
વિદ્યારણ્યમાતાજી! હુંશુદ્ધ થયો છું. મારે હવે કાંઈ માંગવુંનથી.તે પછી તેમણે પંચદશી નામનો વેદાંતનો ગ્રંથ લખ્યો.
પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયાં છે. નારાયણે આજ્ઞા કરી કે તમે લગ્ન કરો.લગ્ન કરવું એ પાપ નથી.ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. એક-બે સંતાનો થયા પછી સંયમ પાળજો.
આ જીવાત્મા અનેક જન્મોથી કામવાસના ભોગવતો આવ્યો છે. કામસુખની સૂક્ષ્મ વાસના લગ્નથી દૂરથાય છે. ઈશ્વરની માયા બે રીતે જીવને મારે છે. પરણેલો પસ્તાય છે,કુંવારો પણ પસ્તાય છે.
ગૃહસ્થાશ્રમનુંવાતાવરણ એવું છે કે, વિષમતા કર્યા વગર ચાલતુંનથી. ભગવાન કહે છે તમે એક કામ કરો તો હુંતમારું રક્ષણ કરીશ.પરમાત્માએ આજ્ઞા કરી છે. રોજ ત્રણ કલાક નિયમપૂર્વક મારી સેવાસ્મરણ કરશો તો તમને પાપ કરતાં હુંઅટકાવીશ.
એક આસને બેસીને ત્રણ કલાક ભગવત સ્મરણ કરે, તેને ભગવાન પાપ કરતાં અટકાવે છે. પાપકરતાં મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે. પાપ કરવાની ટેવ જ જો છૂટી જાય તોસમજવુંકે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો એ જ મહાન પૂણ્ય છે પાપની મા છે મમતા, અને બાપ છેલોભ. તેનો ત્યાગ કરજો.
પ્રભુસેવામાં જગત સેવા છે.પ્રભુસેવા વગર દેશસેવા પણ સફળ થશે નહિ.માટે રઘુનાથની કૃપા મેળવવા હંમેશા પ્રયત્ન કરવો.કારણ.
જિતને તારે ગગનમેં ઉતને શત્રુહોય ।
જાપે કૃપારઘુનાથકી બાલ ન બાંકા હોય ।।
કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થઈ શકતું નથી અને આ બુદ્ધિ અને શક્તિ ઈશ્વરની આરાધના કર્યા વગર મળતાં નથી.
પરોપકારથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર પરોપકાર ઇશ્વરપ્રાપ્તિમાં બાધક નીવડે છે-ભરતમુનિની જેમ.
પ્રહર શબ્દનો અર્થ ત્રણ કલાક. એટલે મનુષ્યનેદરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાકજપ પ્રાર્થનાકરવાં જ જોઈએ.ભગવાન તમારી પાસે સંપત્તિ માંગતા નથી, પણ સમય માંગે છે. તેમને માટે સમય કાઢવોજોઈએ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૯
મનુષ્યના દુ:ખનું કારણ તેનો સ્વભાવ છે. સ્વભાવને સુધારવો કઠણ છે. તીર્થ સ્નાનથી, વિષ્ણુયાગ કરવાથી, સ્વભાવ સુધરતો નથી, પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. અનેક જન્મથી આ જીવ પાપ કરતો આવ્યો છે. તે પાપની આદત ભગવાનના નામના જપથી, આખરે ભગવત્ કૃપા થવાથી છૂટે છે.
ગૃહસ્થોને પ્રચેતાઓના ચરિત્રનો બોધ આપ્યો છે. ભગવાન કહે છેઃ-ત્રણ કલાક તમે મારી પાછળ ગાળો.તે પછી એકવીસ કલાક હું તમારું ધ્યાન રાખીશ, પાપ કરતા હે જીવ! હું તને અટકાવીશ.
ગૃહેષ્વાવિશતાં ચાપિ પુંસાં કુશલકર્મણામ્।
મદ્વાર્તાયાતયામાનાં ન બન્ધાય ગૃહા મતા:।।ભા.સ્કં.૪.અ.૩૦.શ્ર્લો.૧૯.
જે પુરુષો બુદ્ધિથી કર્મો કરે છે, અને જેઓનો સમય મારી કથા વાર્તાઓ માં પસાર થાય છે.તેઓ પછી ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ, ઘર તેમને બંધનનુંકારણ થતુંનથી. (આ સંસારમાં તેઓ ફસાતા નથી અથવા આ સંસાર તેમને ફસાવી શકતો નથી.)
બાકી તે સિવાય તો ગૃહસ્થાશ્રમાં કામાસક્તિ વધે, અર્થઆસક્તિ વધે છે.
સંતતિ અને સંપત્તિ દરેકને પૂર્વના પ્રારબ્ધકર્મ અનુસાર મળે છે. તેથી તેમાં મનુષ્યે હર્ષશોક કરવોનહિ. તેની ચિંતા છોડી ભગવત ભજનમાં લાગી જવું.
મન શુદ્ધ થાય, ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઇ છે. બાકી મનુષ્યની વૃત્તિએરણની ચોરી કરી સોયનુંદાન કરવાની હોય છે. એવી વૃત્તિ હોય તો છોડવી જોઇએ અનેસમલોષ્ટારમકાંચન માટી, પથ્થર અને સોનું સમાન છે, તેવી દૃષ્ટિ કેળવવી જોઇએ.રાંકા-બાંકા જેવો વૈરાગ્ય કેળવવો જોઈ એ.
રાંકા-બાંકાનુંદ્રષ્ટાંત:-એક સમયે રાંકા અને બાંકા નામનાં પતિપત્ની સ્સ્તેથી પસાર થઈ રહ્યાં હતાં. રાંકા આગળ અને બાંકા તેની પાછળ. રસ્તામાં રાંકાએ સોનાનો હાર જોયો.તેને થયું બાંકાની દ્રષ્ટિ આ સોનાનો હાર જોઇને બગડશે. તેથી તેઓ હાર ઉપર ધૂળ નાંખવા લાગ્યાં. તેઓ હારને ધૂળથી ઢાંકી દેવા લાગ્યા કે જેથી તે હાર બાંકાની દ્રષ્ટિએ ન પડે. તેને તેમ કરતાં જોઈ બાંકાએ પૂછ્યું, તમે આ શું કરો છો?ધૂળ શા માટે ભેગી કરો છો?રાંકાએ કહ્યું:-કાંઈ નહિ, અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાંકા કહે:-તમે ધૂળ ઉપર ધૂળ શુંકરવા નાંખો છો? હજુ તમારા મનમાં આ સોનુછે.આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ?એટલે રાંકાએ કહ્યું કે તુંમારા કરતાં વધી. તેરા વૈરાગ્ય તો બાંકા હૈ. અને પત્નીનું નામ બાંકા પડયું.
સંતને મન ધૂળ અને સોનું સરખાં હોય છે. આવી અનાસક્તિ કેળવવી જોઇએ.