
કરેલાં સત્કર્મને-પુણ્યને ભૂલી જાવ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્તશુદ્ધિશકય નથી.પુણ્ય ભૂલી જાવ, પરંતુ કરેલાં પાપને યાદ રાખો.
મહાભારતમાં આવેલુંયયાતિ રાજાનુંદૃષ્ટાંત આ ઉપર યાદ રાખવા જેવું છે.
યયાતિ રાજા કરેલા પુણ્યોને આધારે સદેહે સ્વર્ગમાં ગયા. યયાતિ ઈન્દ્રાસન ઉપર બેસવા ગયા. ઈન્દ્ર ગભરાયો.તે બૃહસ્પતિ પાસે દોડી ગયો અને સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શુંકરવું તેની પૃચ્છા કરી. બૃહસ્પતિએ ઈન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેણે પૃથ્વી પર કયા ક્યા પુણ્યો કર્યાં છે. જેથી તેઓ ઇન્દ્રાસન પર બેસવા માંગે છે. તેઓ કર્મોનુંપુણ્યનુંવર્ણન કરશે એટલે, તે કર્મોના પુણ્યનો ક્ષય થશે.ઈન્દ્રએ તે પ્રમાણે કર્યું. યયાતિએ પોતાના પુણ્યો સ્વમુખે કહ્યાએટલે તેના પુણ્યોનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું.માટે યાદરાખજો. કરેલાં સત્કર્મોં-પુણ્યો કોઈને કહેશો નહિ.અને નીચેનોબે શ્લોક યાદ રાખજો:-
ષડંગાદિવેદોમુખેશાસ્ત્રવિદ્યા।કવિત્વાદિ ગધં સુવધં કરોતિ ।।
હરેરંર્ધ્રિ યદ્મ મનશ્ર્ચે લગ્નં ।તત: કિમ્ તત: કિમ્ તત: કિમ્ તત: કિમ્ ।।
ષડંગાદિ વેદોનુંજ્ઞાન હોય અને શાસ્ત્રમાં કહેલી સર્વવિદ્યા મોઢે હોય, કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, તેમ છતાં જો હરિ ચરણોમાં ચિત્ત ન લાગેલુંહોય તો એ બધાંનો અર્થ શો? અર્થ શો?કાંઈ-નહિ.
પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી છે. પ્રચેતાઓ ઘરે જાય છે.લગ્ન થયાં. એક એક પુત્ર થયા પછી ફરી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા છે. તેઓએ નારદજીને કહ્યું, ગૃહસ્થાશ્રમમાં વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ. અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ.ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે.વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાય છે. અમને શિવજીએ અનેભગવાન નારાયણે ઉપદેશ આપેલો, પણ અમે તે ભૂલી ગયા છીએ. આપ ફરીથી અમને ઉપદેશ આપો.
આખા જગતને કોઈ રાજી કરી શકયું નથી. જગતને રાજી કરવુંએ કઠણ છે. એક સમયે એક બાપ-દીકરોઘોડાને લઈને જતા હતા. દીકરાએ બાપને કહ્યું કે બાપા તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ. બાપ ઘોડા ઉપર બેઠો. આગળ જતાં રસ્તામાં કેટલાક માણસો મળ્યા.કહે, આ બાપ કેવો નિર્દય છે? નાનો છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા ઉપર બેઠો છે. આ સાંભળી પિતાએ પુત્રને કહ્યું, બેટા, તું ઘોડા ઉપર બેસ. હવે હું ચાલીશ.આગળ જતાં રસ્તામાં બીજા માણસો મળ્યા તેઓ કહેવા લાગ્યા.આ છોકરો નિર્લજજ છે. જુવાનજોધ થઇ ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બુઢ્ઢા બાપને ચલાવે છે. આ સાંભળી પિતા-પુત્ર બંન્ને ઘોડા ઉપર બેઠા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા.તેઓ કહે, આ લોકોની નિર્દયતા તો જુઓ. બંને પાડા જેવા થઇ આ બિચારા નાના ટટ્ટુ ઉપર બેઠા છે. આ લોકોને દયા નથી. આ લોકોના ભારથી ટટ્ટુ બિચારું મરી જશે, એટલે બાપ દીકરા બંને ટટ્ટુ ઉપરથી નીચે ઉતરી ગયા.હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા. આગળ જતાં રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે આ લોકો કેવા મૂર્ખ છે?સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે. એક બેઠો તોયે નિંદા, બે બેઠા તોયે નિંદા, અને બે નીચે ઉતરી ગયા તોયે નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું તે જ સમજ પડતી નથી. ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ એટલુંકઠણ નથી. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે. કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે.
રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વહેવાર કરે છે, ત્યારે શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથેકુટિલ વહેવાર રાખે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૦
કૃતે પ્રતિકૃતિમ્કુર્યાત્એષ ધર્મ: સનાતન:
આ છે બન્ને અવતારોમાં તફાવત.જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી તો મનુષ્ય શુંરાજી કરવાનો હતો?સમાજને રાજા સુધારી શકે નહિ.
બહુ ભટકવાથી શાંતિ મળતી નથી સમાજને સંત સુધારી શકે. રામદાસ સ્વામી મનને બોધ આપે છે. બહું હિંડતા સખ્ય હોનાર નાહિ. સંસારમાં ઘણુંભટકવાથી શાંતિ મળતી નથી. માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડી, ઈશ્વરને રાજી કરો, પ્રસન્ન કરો.
પ્રભુને પ્રસન્ન કરવાના ત્રણ માર્ગો, નારદજીએ ચોથા સ્કંધમાં બતાવ્યા છે.
દયયાસર્વભૂતેષુ સન્તુષ્ટયાયેનકેનવા ।
સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દન: ।।ભા.સ્કં.૪.અ.૩૧.શ્ર્લો.૧૯.
સર્વ જીવો ઉપર દયા રાખવી.જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો.સર્વ ઈન્દ્રિયો ઉપર સંયમ રાખવો, આથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ ત્રણ ઉપાય, જે કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે.
સર્વે ઈન્દ્રિયો ઉપર સંયમ રાખો અને વિષયોમાંથી તેને દૂર કરો.સંયમ વગર જીવન સરળ થતુંનથી.
ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે. તેનુંચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મનુષ્ય મરતો નથી. ત્યારે વિષયો ન ભોગવવા છતાં તેનુંચિંતન માત્ર કરવાથી પણ શક્તિનો ક્ષય થાય છે. મનુષ્ય મરે છે.વિષયો તો વિષયથી પણ બૂરા છે. એનો વિષવત્ ત્યાગ કરવો ઘટે.
વિદુરજી કહે છે:-આ જે મેંસાંભળ્યું તેનુંમારે ચિંતન કરવું છે, હુંજઇશ્વરથી છૂટો પડયો છું.હું જ પુરંજન છું,એમ વિચારી કથાનુંવારંવાર ચિંતન કરજો. મૈત્રેયજીએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી છે.વિદુરજીને મુક્તિ મળી છે. પ્રચેતાઓની કથા વકતા-શ્રોતાના પાપને બાળે છે.
ઈતિ ચતુર્થ: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।