News Continuous Bureau | Mumbai
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે માહિતી આપી છે કે કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે.
ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર લક્ઝરી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતથી મુંબઈ તરફના આ માર્ગ પર આ અકસ્માત થયો છે.
અકસ્માતને પગલે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેઈનની મદદથી હાઈવે પરથી હટાવવામાં આવ્યું હતું. જે બાદ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારનું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી..