- અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
- મીડિયા અહેવાલો અનુસાર કાબુલમાં વિદેશ મંત્રાલય પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બેના મોત થયા છે અને બાર ઘાયલ થયા છે.
- વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આકાશ ધુમાડાના વાદળોથી ઢંકાઈ ગયું હતું. બ્લાસ્ટ બાદ નાસભાગ મચી ગઈ હતી.
- વિસ્ફોટના કારણે જોરદાર આગ ફાટી નીકળી હતી અને આગની સાથે ધુમાડો પણ જોવા મળ્યો હતો.
- વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા કર્મચારીઓ હાલ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
- હાલ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : આમિર ખાને આપી રોહિત શર્માને ઓપન ચેલેન્જ, જાહેરમાં ક્રિકેટરો અને કલાકારો એ ઉડાવી એકબીજાની મજાક! જુઓ વિડીયો
Join Our WhatsApp Community