News Continuous Bureau | Mumbai
- તાઇવાનને લઈને ચીનનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ચીન તાઇવાનને લઈને આક્રમક મૂડમાં છે.
- ચીને ઉત્તરી તાઇવાનના ચોક્કસ ભાગમાં 16 થી 18 એપ્રિલ સુધી એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
- મીડિયા અહેવાલો અનુસાર આ સમયગાળામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડોન ભરી શકશે નહીં.
- તાઇવાનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ્ પ્રતિબંધથી આ ક્ષેત્રમાં લગભગ 70 ટકા એર ટ્રાફિકને અસર થશે. તેની સીધી અસર જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર અમેરિકા જતી-આવતી ફ્લાઈટ્સ પર પડશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે ચીન દબાણ બનાવવા માટે તાઈવાન વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરી શકે છે.
- જોકે ચોંકાવનારી વાત એ છે કે આટલું મહત્ત્વપૂર્ણ હોવા છતાં ચીન અને તાઇવાને અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
આ સમાચાર પણ વાંચો: અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..
Join Our WhatsApp Community