News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ( Closing Bell ) નિરાશાજનક સાબિત થયો છે.
આજે સેન્સેક્સ ( Sensex ) 980 અંક ઘટીને 59,845ના સ્તર પર અને નિફ્ટી ( Nifty ) 320.55 અંકના ઘટાડાની સાથે 17,806 પર બંધ થયો છે.
અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ ટોપ લૂઝર્સ રહ્યા છે.
શુક્રવારે થયેલા આ મોટા ઘટાડાને કારણે રોકાણકારોના 5.5 લાખ કરોડ ડૂબી ગયા છે.
છેલ્લા એક સપ્તાહના નુકસાનના આંકડા પર નજર કરીએ તો શેરબજારના રોકાણકારોને 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો: સિક્કિમમાં મોટી દુર્ઘટના, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં પડી. આટલા જવાનો થયા શહીદ…

Leave a Reply