એવું તે કેવું? 20મી સદીમાં જાહેર થયેલો Ramon Magsaysay Award ધાર્મિક નેતા દલાઈ લામા પાસે પહોંચ્યો 21મી સદીમાં, જાણો શું છે કારણ

by kalpana Verat
Dalai Lama receives Ramon Magsaysay Award in person after 64 years

News Continuous Bureau | Mumbai

  • તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને વર્ષ 1959માં રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 
  • જોકે આ એવોર્ડ 26 એપ્રિલ 2023ના રોજ એટલે કે ગઈકાલે તેમના હાથમાં આવ્યો. 
  • લગભગ 64 વર્ષ પછી મેગ્સેસેની ટીમ આ પુરસ્કાર હિમાચલ પ્રદેશમાં તેમના ઘરે લાવીને તેમને અર્પણ કર્યો.
  • 1959માં દલાઈ લામાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ તિબેટીયન સમુદાય માટે લડ્યા હતા. તેમને આપવામાં આવેલો આ પહેલો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હતો. 
  • પુરસ્કારની જાહેરાત કરાઈ ત્યારે તિબેટમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પર ચીન દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો. 
  • ચીનના આક્રમણથી વ્યથિત દલાઈ લામા તિબેટ છોડીને 1959માં ભારત આવ્યા. આ કારણે તેઓ એવોર્ડ સ્વીકારવા જઈ શક્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના પૂંછ આતંકવાદી હુમલો : સેનાની તપાસમાં થયો એવો ખુલાસો કે સુરક્ષા દળો પણ ચોંકી ગયા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More