News Continuous Bureau | Mumbai
Delhi Assembly elections :દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
એલજી વીકે સક્સેનાએ આજે મહિલા સન્માન યોજનાના નામે નોંધણી કરાવનારા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની ફરિયાદના આધારે પોલીસ કમિશનરને આ આદેશ આપવામાં આવ્યો છે.
કેમ્પ યોજીને રજીસ્ટ્રેશન કરનારાઓ સામે કાર્યવાહી કરવા આદેશો અપાયા છે.
મહત્વનું છે કે મહિલા સન્માન યોજનાને દિલ્હીમાં મહિલાઓનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 22 લાખથી વધુ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : NCP Candidate List: અજિત પવારની પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ 11 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા.. જાણો