Gujarat Rain Alert: ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

by Akash Rajbhar
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગે સાંજે વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 6 જિલ્લામાં રેડ એલર્ટ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More