News Continuous Bureau | Mumbai
- રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે.
- નાટોના વડા જેન્સ સ્ટોલ્ટેનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનો 31મું સભ્ય બનશે.
- સ્ટોલ્ટેનબર્ગે બ્રસેલ્સમાં નાટોના વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક સપ્તાહ છે.
- આજે ફિનલેન્ડ નાટોનું સંપૂર્ણ સભ્ય બનશે. અમે આશા રાખીએ છીએ કે આગામી કેટલાક મહિનામાં સ્વીડન પણ નાટોમાં જોડાઈ જશે.
- જોકે આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે. કારણ કે ફિનલેન્ડ રશિયા સાથે સરહદ ધરાવે છે.
- આવી સ્થિતિમાં હવે નાટોએ રશિયાના ઉત્તરમાં પણ કબજો જમાવી લીધો છે.
આ સમાચાર પણ વાંચો: ટ્વિટરની નીલી ચકલી ઉડી ગઈ, ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ બર્ડ, એલોન મસ્કે પસંદ કર્યો ટ્વિટરનો નવો લોગો…
Join Our WhatsApp Community