News Continuous Bureau | Mumbai
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ કર વસૂલાતમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઇ રહી છે.
આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી 2023માં કુલ જીએસટી ક્લેક્શન વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયું છે.
આમ સતત 12 મહિના માસિક જીએસટી કર વસૂલાત 1.40 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહી છે.
જીએસટી કલેક્શન રૂ.1, 49,577 હતું, જેમાંથી રૂ. 27,662 કરોડ સીજીએસટી, રૂ.34,915 કરોડ એસજીએસટી, રૂ.75,069 કરોડ આઇજીએસટી હતા, જેમાં ચીજવસ્તુઓની આયાત પર રૂ.35,689 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા અને સેસ રૂ.11,931 કરોડ હતો
આ સમાચાર પણ વાંચો : હોટલની ભૂલથી અમેરિકામાં ફસાયા 42 બ્રિટિશ વિદ્યાર્થીઓ, શું છે આખો મામલો?