News Continuous Bureau | Mumbai
Henry Kissinger : અમેરિકાના જાણીતા રાજનેતા અને ડિપ્લોમેટ હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનું કનેક્ટિકટમાં તેમના ઘરે જ અંતિમ શ્વાસ લીધા.
કિસિંજગ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી તરીકે કામ કરી ચુક્યા છે.
એવું કહેવાય છે કે અમેરિકન વિદેશ નીતિ પર તેમનું નિયંત્રણ કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિ કરતાં વધુ હતું.
1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી.
આ યુદ્ધને કારણે દુનિયાના નકશા પર એક સ્વતંત્ર દેશ બાંગ્લાદેશનો ઉદય થયો હતો.
આ સમાચાર પણ વાંચોઃ UNGA Resolution On Israel: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયેલ વિરુદ્ધ પ્રસ્તાવ આ આવ્યો, ભારત સહિત 91 દેશોએ આપ્યું સમર્થન..