239
News Continuous Bureau | Mumbai
Human trafficking:
- માનવ તસ્કરીના આરોપમાં છેલ્લા ચાર દિવસથી ફ્રાંસની રાજધાની પેરિસ નજીકના એરપોર્ટ પર ફસાયેલી એક ફ્લાઈટ ભારતમાં લેન્ડ થઈ છે.
- 276 મુસાફરોને લઈને એક રોમાનિયન ફ્લાઈટ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચતા મોટી રાહત થઈ છે.
- જોકે, કુલ 303 માંથી 276 જેટલા યાત્રીઓ જ ભારત પાછા આવ્યા છે. બાકીના ફ્રાન્સમાં રોકાઈ ગયા છે.
- અહેવાલ અનુસાર, બે સગીર સહિત 25 મુસાફરો ફ્રાન્સમાં છે કારણ કે તેઓએ આશ્રય માટે અરજી કરી હતી. હાલમાં પણ આ લોકો ફ્રાન્સમાં હાજર છે.
- ઉલ્લેખનીય છે કે, દુબઈથી નિકારાગુઆ 303 મુસાફરોને લઈને જતી ફ્લાઈટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Criminal Law Bills:અંગ્રેજોના સમયના ત્રણ કાયદાઓ નાબૂદ, રાષ્ટ્રપતિએ નવા ફોજદારી કાયદા બિલને આપી મંજૂરી..
