News Continuous Bureau | Mumbai
Israel Hamas War: યુદ્ધવિરામ બાદ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શરુ થયેલું યુદ્ધ સતતને સતત ભીષણ થઈ રહ્યું છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી છે.
નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધ હજુ પણ ચાલુ જ છે પણ હમાસના અંતની શરૂઆત થઈ ચૂકી છે.
હું હમાસના આતંકીઓને કહેવા માગુ છું કે યાહ્યા સિનવાર માટે ન મરશો. હવે આત્મસમર્પણ કરી દો.
ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત છે.
આ સમાચાર પણ વાંચો : Supreme Court: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી આવશે કે નહીં? આજે આવશે ચુકાદો, સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ઘાટીમાં સુરક્ષા કડક..