News Continuous Bureau | Mumbai
Madhya Pradesh: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતાંની સાથે જ મોહન યાદવ એક્શનમાં મોડમાં આવી ગયા છે.
સીએમ બન્યા બાદ તેમણે પહેલો આદેશ જારી કરીને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ આદેશ અનુસાર ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સાથે જ જાહેરમાં માંસના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે નિયમિત અને નિયંત્રિત (પરવાનગીપાત્ર ડેસિબલ) ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.
આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સીએમ ડો. મોહન યાદવે ગત બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Kumkumadi oil : તમારા સ્કીનકેર રૂટિનમાં સામેલ કરો આ આયુર્વેદિક તેલ, ચહેરા પર ચમક અને કુમાશ લાવી દેશે..