News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૨ની માર્ચ-એપ્રિલ ૨૦૨૩ની પરીક્ષાની હૉલટિકીટ આજથી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાઈ છે.
કોલેજો એ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી પ્રેક્ટિકલ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને આપવાની રહેશે.
હોલ ટિકીટ્સ આપતી વખતે સ્કૂલોએ વિદ્યાર્થી પાસેથી કોઈ અલગ ફીની રકમ વસુલવાની રહેશે નહિ.
મહત્વનું છે કે વિદ્યાર્થીઓને આ હૉલ ટિકીટને આધારે જ બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે.
આથી વિદ્યાર્થીઓએ હૉલટિકીટ્સનું જીવપૂર્વક જતન કરવું જરુરી છે.
આ સમાચાર પણ વાંચો: મૂળાની આડઅસરઃ જો તમને પણ આ રોગ છે, તો તરત જ મૂળાથી દૂર રહો, નહીં તો હોસ્પિટલનું બિલ ચૂકવતા જ રહેશો!
Join Our WhatsApp Community