News Continuous Bureau | Mumbai
Mahua Moitra Row: તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
તેમણે એક અરજી દાખલ કરી છે અને તેમની વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભા દ્વારા ઠરાવ પસાર કરવાને ખોટો ગણાવ્યો છે.
‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ સામે પગલાં લેતા, તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
જો કે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ તેમના પર લાંચ લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજમાં રૂમમેટ્સે કર્યું આવુ કૃત્ય.. વિદ્યાર્થીએ કર્યો આપધાત.. પોલિસ તપાસ ચાલુ.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..