News Continuous Bureau | Mumbai
Mumbai Airport : છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે આ વર્ષમાં નવી ઊંચાઈ સર કરવાનું ચાલુ રાખ્યું છે.
નવેમ્બર 2023માં આ એરપોર્ટ પરથી 44.6 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.
આ સંખ્યા ગયા વર્ષના નવેમ્બરમાં 39 લાખ મુસાફરો કરતા 13 ટકા વધુ છે.
તહેવાર અને ક્રિકેટ સિઝન તેમજ બાકુ, ટોરોન્ટો અને વિટારા-ફ્રેન્કફર્ટ જેવા આંતરરાષ્ટ્રીય મોરચે નવા વિસ્તારોના ઉમેરાને કારણે એરપોર્ટ પર ભારે ટ્રાફિક નોંધાયો હતો.
25 નવેમ્બરના રોજ એરપોર્ટ પર સૌથી વધુ ગતિવિધિ જોવા મળી હતી અને 1,67,132 મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.
આ સંખ્યામાં 1,20,000 સ્થાનિક અને 46,000 થી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Share market : સેન્સેક્સ બે વર્ષમાં 1 લાખને પાર કરશે, આ સેક્ટરના શેરમાં નોંધાશે બમ્પર તેજી..