News Continuous Bureau | Mumbai
હોળી બાદ ફરીથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. શહેરીજનોને દિવસે ગરમાટાનો અનુભવ થઇ રહ્યો છે.
મુંબઇ શુક્રવારે 37.5 ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ રહ્યું હતું.
હવામાન ખાતાએ આજે મુંબઇ સહિત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ માટે હીટ વેવ(ગરમીનું મોજું) ની આગાહી કરી છે.
દિવસનું તાપમાન 37.0 ડિગ્રી કરતાં વધુ નોંધાય તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
જોકે 12,માર્ચ બાદ મુંબઇગરાંને ગરમીમાં રાહત રહે તેવી પણ શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં બન્યો રેકોર્ડ, વધુ શક્તિશાળી થયા શી જિનપિંગ! સતત ત્રીજી વખત સોંપાયો આ કાર્યભાર…