News Continuous Bureau | Mumbai
Parliament Security Breach: આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષામાં ચૂક સામે આવી છે.
પ્રેક્ષક ગેલેરીમાંથી એક શખ્સ છલાંગ લગાવીને સાંસદોની વચ્ચે આવી ગયો અને સ્મોક કેન્ડલ સળગાવી.
દરમિયાન આ મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલા એ તમામ સાંસદોને આશ્વાસન આપતા કહ્યું કે હવે ચિંતાની કોઈ વાત નથી.
સદનની અંદર થયેલ ધમાડો સાધારણ ધુમાડો હતો અને ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઓમ બિરલાએ વધુમાં કહ્યું કે અંતિમ તપાસની વિગત સામે આવ્યા બાદ હું સંસદને અવગત કરાવીશ.
હાલ બંને સંદિગ્ધોની ધરપક કરી લેવામાં આવી છે, સદનના બહારથી પણ બે લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. તે લોકો જે સામગ્રી લઈને આવ્યા હતા તે પણ જપ્તી કરી લેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Security Breach In Parliament: હુમલાની 22મી વરસી.. ફરી એકવાર સંસદમાં હુમલાનો પ્રયાસ.. બે પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા; સંસદમાં પીળો ધુમાડો છોડ્યો. જુઓ વિડીયો