News Continuous Bureau | Mumbai
Prajwal Revanna:
- કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાની આજે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોલીસે ધરપકડ કરી છે.
- પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે આજે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
- તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે.
- અહેવાલો અનુસાર, SIT પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે.
- જો કે, સામાન્ય રીતે કોર્ટ સાતથી 10 દિવસની જ કસ્ટડી આપે છે.
- સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વાલ પર સેંકડો મહિલાઓનું યૌન શોષણ અને તેનો વીડિયો બનાવવાનો આરોપ છે.
- હાસનમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પહેલા રેવન્નાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તે પોલીસથી બચીને જર્મની ભાગી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Karnataka sex scandal case: સેક્સકાંડનો આરોપી પ્રજ્વલ રેવન્ના પરત આવશે ભારત; આ તારીખના SIT સમક્ષ થશે હાજર..
Join Our WhatsApp Community