News Continuous Bureau | Mumbai
Rajasthan New CM: રાજસ્થાનમાં ( Rajasthan ) મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયું છે.
જયપુરમાં ભાજપ ધારાસભ્ય ( BJP MLA ) દળની બેઠકમાં ભજન લાલ શર્માના ( Bhajanlal sharma ) નામને મંજૂરી આપવામાં આવી છે.
સાથે જ દિયા કુમારી ( Diya Kumari ) અને પ્રેમચંદ્ર બૈરવાને ( Premchand Bairwa ) નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાન્ડેય પર્યવેક્ષક તરીકે પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં 20950નો કડાકો..