News Continuous Bureau | Mumbai
RBI Warning :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
RBIએ કહ્યું છે કે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી લોન માફી સંબંધિત ભ્રામક જાહેરાતોને કારણે જનતાને નુકસાન થઈ શકે છે.
જનતાને સાવધાન કરવામાં આવે છે કે, તેઓ આવા ખોટા અને ભ્રામક અભિયાનોનો ભોગ ન બને અને આવી ઘટનાઓની જાણ કાયદા અમલીકરણ એજન્સીઓને કરે.
સાથે એવો પણ રિપોર્ટ છે કે આ સંસ્થાઓ કોઈપણ સત્તા વિના ‘લોન માફી પ્રમાણપત્રો’ જારી કરવા માટે સેવા/કાનૂની ફી વસૂલતી હોય છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સતત નવા નિર્ણયો લઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Airport : વિક્રમી સંખ્યામાં મુસાફરોની હવાઈ યાત્રા, માત્ર એક મહિના નવેમ્બર 2023માં મુંબઈ એરપોર્ટથી આટલા લાખ મુસાફરોએ ભરી ઉડાન..