News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજનાર છે.
આ પરિક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે.
આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા છે.
સાથે સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ નિયમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પરીક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે
આ સમાચાર પણ વાંચો: સરકારી સ્કીમ / પોસ્ટ વિભાગની RD માં કરો રોકાણ, ઓછા રૂપિયા જમા કરો અને મેળવો છપ્પરફાડ રિટર્ન
Join Our WhatsApp Community