News Continuous Bureau | Mumbai
- બુધવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર ( Share Market ) માટે અત્યંત નિરાશાજનક રહ્યું હતું.
- રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચાણને કારણે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી ( Nifty ) 200 પોઈન્ટથી વધુ તૂટ્યો.
- આજના કારોબારના અંતે સેન્સેક્સ 912 પોઈન્ટ ઘટીને 59,755 પર તો નિફ્ટી 275 પોઈન્ટ ઘટીને 17,550 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો.
- આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
- નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરોમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 1 શેરે જ વેગ પકડ્યો હતો જ્યારે 29 શેરો નીચે બંધ થયા હતા.
- બજારમાં આજે 3606 શેરોમાંથી માત્ર 953 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2520 શેર ઘટ્યા હતા.
- ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં બજારમાંથી રોકાણકારોના સાત લાખ કરોડ ધોવાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ઠાકરે-શિંદે જૂથમાં ઘર્ષણ.. બોરીવલીમાં આ બ્રિજ પર બંને જૂથના કાર્યકરોનો રાડો.. પોલીસે કરી કડક કાર્યવાહી
Join Our WhatsApp Community