News Continuous Bureau | Mumbai
Share market : ઘરેલુ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ સતત વધી રહ્યું છે.
દરમિયાન નિષ્ણાતોના મતે સેન્સેક્સ 2025ના ક્રિસમસ સુધીમાં એટલે કે માત્ર બે વર્ષમાં 1 લાખની સપાટીને પાર કરી જશે.
મતલબ કે બે વર્ષમાં સેન્સેક્સ લગભગ 43 ટકા એટલે કે 19.5 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી શકે છે.
આ 20-વર્ષની સરેરાશ વાર્ષિક 13 ટકા વૃદ્ધિ કરતાં ઘણું વધારે છે.
સાથે જ આગામી નાણાકીય વર્ષમાં આઈટી અને બેન્કો બજારને સૌથી મજબૂત ટેકો આપશે.
ઉલ્લેખનીય છે કે નિફ્ટી અને સેન્સેક્સ માં લગભગ બે તૃતિયાંશ કંપનીઓ બેકિંગ અને આઇટી સેક્ટરની છે.
આ સમાચાર પણ વાંચો : Lip care: ફાટેલા હોઠ ગુલાબની પાંખડીઓ જેવા કોમળ થઇ જશે, બસ ઘરની આ વસ્તુઓ લગાવો..