News Continuous Bureau | Mumbai
આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ICCને મોટો ઝટકો લાગ્યો છે.
કેરેબિયન દેશ ડોમિનિકાએ T20 WC 2024ની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
ડોમિનિકાની સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કરતા કહ્યું કે તેઓ વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમ તૈયાર કરવામાં અસમર્થ છે.
ડોમિનિકાના સ્ટેડિયમમાં જ્યાં વર્લ્ડ કપની મેચો યોજાવાની છે ત્યાં બાંધકામ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે. નિર્ધારિત સમય પૂરો ન કરી શકવાના કારણે ડોમિનિકા સરકારે આ નિર્ણય લીધો છે
જો કે ડોમિનિકા સરકારના નિર્ણય પર ICCએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ સમાચાર પણ વાંચો : PM Modi in Dubai : PM મોદી પહોંચ્યા દુબઈ! સ્વાગત કરવા ઉમટી ભીડ, લગાવ્યા અબકી બાર મોદી સરકાર’ નારા. જુઓ વિડીયો.
Join Our WhatsApp Community