News Continuous Bureau | Mumbai
Telangana Elections 2023 :પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 106 મતવિસ્તારોમાં સાંજે 5 વાગ્યા સુધી થશે.
રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને હાલમાં સત્તારૂઢ બીઆરએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં લગભગ 2300 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
તેલંગાણામાં આજે 35 હજારથી વધુ મતદાન કેન્દ્રો પર 3 કરોડ 26 લાખથી વધુ મતદારો મતદાન કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Ubtan For Face Wash : ત્વચાની ચમક ખોવાઈ ગઈ છે,તો લગાવો આ ઉબટન.. થોડા દિવસમાં દેખાશે અસર..