- સમૃધ્ધિ મહામાર્ગ(નાગપુર- મુંબઈ એક્સપ્રેસ વે) ઉપર ફરી એક વાર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
- નાગપુર- મુંબઈ એક્સપ્રેસ વે પર વનોજા ઈન્ટરચેન્જ પાસે શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા શખસોએ જોરદાર પથ્થરમારો કરતા લગભગ આઠથી દસ વાહનોને નુકસાન થયું હતું.
- આ પથ્થરમારોની ઘટના પછી લગભગ બે કલાક સુધી વાહન- વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
- જોકે વાહનચાલકોએ હેલ્પલાઈન પર જાણ કરવાની કોશિશ કરી પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો, એટલે વનોજા ટોલ પ્લાઝા પર જઈને ફરિયાદ કરવામાં આવી હતી.
- મહત્વનું છે કે અગાઉ પણ આ માર્ગ પર પથ્થરમારાની ઘટના બની ચુકી છે.
આ સમાચાર પણ વાંચો: સાચું કે ખોટું? ટૂંકા કપડાં પહેરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી, સો. મીડિયા પર થયો વિવાદ.. જુઓ વાયરલ વિડીયો.