પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • પ્રશાંત મહાસાગરમાં આવેલા ભૂકંપથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
  • આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 છે. દરમિયાન ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
  • આ એલર્ટ અમેરિકાના ન્યુ કેલેડોનિયા, ફિજી અને વનુઆતુના વિસ્તારો માટે જારી કરવામાં આવ્યું છે.
  • યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ જમીનની 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
  • બુધવારે મોડી રાત્રે મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
  • રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 6.4 હતી. ભૂકંપનું કેન્દ્ર કેનિલા નજીક અને જમીનથી 158 માઈલની ઊંડાઈએ હતું.
  • જોકે સદનસીબે ગ્વાટેમાલામાં આવેલા ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More