News Continuous Bureau | Mumbai
શિવસેનામાં મોટા વિભાજન બાદ હવે એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના વધુ ત્રણ ધારાસભ્યો એકનાથ શિંદેના શિવસેના જૂથમાં જોડાવાના છે.
આ ત્રણેય ધારાસભ્યો હાલમાં જ શિંદે જૂથના એક નેતાના ઘરે આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
શિંદે જૂથના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ તેમના ભાઈના જન્મદિવસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમના ભાઈ શિંદે જૂથના રાજકારણમાં સક્રિય છે અને એકનાથ શિંદેના વિશ્વાસુ સહાયકોમાંના એક છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના મુખ્ય વિધાનસભા નેતા સુનીલ પ્રભુ સાથે ધારાસભ્ય રાજન સાલ્વી અને વિધાન પરિષદના ધારાસભ્ય મનીષા કાયંદે પણ તેમની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી.
ચર્ચા છે કે આ ત્રણેય નેતાઓ ઠાકરે જૂથ છોડીને શિંદે જૂથમાં જોડાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Malad Fire: મુંબઈમાં મલાડની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી આગ, યુવતીએ બાલ્કનીમાંથી કૂદીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો..

Leave a Reply