News Continuous Bureau | Mumbai
UNGA Resolution On Israel: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે સીરિયાની ગોલાન હાઈટ્સ પરથી પોતાનો કબજો પાછો ખેંચી લેવો જોઈએ.
ખાસ વાત એ છે કે ભારતે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું તો 8 દેશોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું.
કુલ 91 દેશોએ ગોલાન હાઇટ્સ અંગેના પ્રસ્તાવને સમર્થન આપ્યું અને 62 દેશો મતદાનથી દૂર રહ્યા.
ઉલ્લેખનીય છે કે આ તે વિસ્તાર છે જે યહૂદી રાષ્ટ્ર ઈઝરાયેલે 1967ના છ દિવસીય યુદ્ધમાં સીરિયામાંથી કબજે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Telangana Elections 2023 : કોણ જીતશે તેલંગાણા નો જંગ? 119 બેઠકો પર આજે મતદાન શરૂ, BRS, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો..