ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ, 2021
મંગળવાર
ક્રિકેટ રમતા ખેલાડીઓ પાસે ખૂબ પૈસા હોય છે. આ ખેલાડીઓ ઘણી વાર કરોડોમાં કમાણી કરે છે. આજના આ રિપૉર્ટમાં જાણો દુનિયાના પાંચ સૌથી અમીર ક્રિકેટર વિશે.
1. સચિન તેંદુલકર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર દુનિયાના સૌથી અમીર ક્રિકેટર છે. WION વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સચિનની વાર્ષિક કમાણી 1,090 કરોડ રૂપિયા છે. તેનાથી વધારે કમાણી દુનિયાના કોઈ પણ ખેલાડીની નથી. ક્રિકેટના ભગવાન કહેવાતા તેંદુલકરે ભલે ક્રિકેટને અલવિદા કહી દીધી હોય, પણ આજે પણ તેની કમાણી કરોડોમાં છે.
2. મહેન્દ્ર સિંહ ધોની
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ લિસ્ટમાં બીજા નંબર પર આવે છે. ટીમ ઇન્ડિયાના બે વર્લ્ડ કપ જિતાડનારા ધોનીની આખા વર્ષની કમાણી 767 કરોડ રૂપિયા છે.
3. વિરાટ કોહલી
ત્રીજા નંબર પર આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી આવે છે. કોહલી એક વર્ષમાં લગભગ 638 કરોડની કમાણી કરે છે. BCCIમાંથી કોહલીને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે. તદુપરાંત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કોહલીની કમાણી લગભગ પાંચ કરોડ રૂપિયા છે.
4. રિકી પૉન્ટિંગ
આ લિસ્ટમાં ચોથા નંબર પર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું નામ આવે છે. પોન્ટિંગની એક વર્ષની કમાણી 500 કરોડ રૂપિયાથી વધારે છે. ઑસ્ટ્રેલિયાને બે વાર વર્લ્ડ કપનો ખિતાબ જિતાડનારા પોન્ટિંગ હાલના સમયમાં એક કૉમેન્ટેટર અને IPL ટીમ દિલ્હી કૅપિટલ્સના કોચ છે.
5. બ્રાયન લારા
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા દુનિયાના સૌથી અમીર ક્રિકેટર્સની લિસ્ટમાં પાંચમા નંબર પર આવે છે. લારાની એક વર્ષની કમાણી 415 કરોડ રૂપિયા છે. ક્રિકેટમાંથી રિટાયર્મેન્ટ લીધા બાદ તેઓ કૉમેન્ટેટરનું કામ કરી રહ્યા છે.