Site icon

ક્રિકેટના દિગ્ગજ કહેવાતા આ ક્રિકેટરો વર્ષે કરે છે આટલા કરોડની અધધધ કમાણી; જાણો દુનિયાના પાંચ સૌથી અમીર ક્રિકેટર વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ક્રિકેટ રમતા ખેલાડીઓ પાસે ખૂબ પૈસા હોય છે. આ ખેલાડીઓ ઘણી વાર કરોડોમાં કમાણી કરે છે. આજના આ રિપૉર્ટમાં જાણો દુનિયાના પાંચ સૌથી અમીર ક્રિકેટર વિશે.

1.            સચિન તેંદુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર દુનિયાના સૌથી અમીર ક્રિકેટર છે. WION વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સચિનની વાર્ષિક કમાણી 1,090 કરોડ રૂપિયા છે. તેનાથી વધારે કમાણી દુનિયાના કોઈ પણ ખેલાડીની નથી. ક્રિકેટના ભગવાન કહેવાતા તેંદુલકરે ભલે ક્રિકેટને અલવિદા કહી દીધી હોય, પણ આજે પણ તેની કમાણી કરોડોમાં છે.

2.            મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ લિસ્ટમાં બીજા નંબર પર આવે છે. ટીમ ઇન્ડિયાના બે વર્લ્ડ કપ જિતાડનારા ધોનીની આખા વર્ષની કમાણી 767 કરોડ રૂપિયા છે.

3.            વિરાટ કોહલી

ત્રીજા નંબર પર આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી આવે છે. કોહલી એક વર્ષમાં લગભગ 638 કરોડની કમાણી કરે છે. BCCIમાંથી કોહલીને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે. તદુપરાંત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કોહલીની કમાણી લગભગ પાંચ કરોડ રૂપિયા છે.

4.            રિકી પૉન્ટિંગ

આ લિસ્ટમાં ચોથા નંબર પર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું નામ આવે છે. પોન્ટિંગની એક વર્ષની કમાણી 500 કરોડ રૂપિયાથી વધારે છે. ઑસ્ટ્રેલિયાને બે વાર વર્લ્ડ કપનો ખિતાબ જિતાડનારા પોન્ટિંગ હાલના સમયમાં એક કૉમેન્ટેટર અને IPL ટીમ દિલ્હી કૅપિટલ્સના કોચ છે.

5.            બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા દુનિયાના સૌથી અમીર ક્રિકેટર્સની લિસ્ટમાં પાંચમા નંબર પર આવે છે. લારાની એક વર્ષની કમાણી 415 કરોડ રૂપિયા છે. ક્રિકેટમાંથી રિટાયર્મેન્ટ લીધા બાદ તેઓ કૉમેન્ટેટરનું કામ કરી રહ્યા છે.

India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
Exit mobile version