News Continuous Bureau | Mumbai
જાણીતા ઉદ્યોગપતિ(Businessman) ગૌતમ અદાણી(Gautam Adani) હવે સ્પોર્ટ્સના(sports) બિઝનેસમાં મોટા પાયે એન્ટ્રી કરી રહ્યા છે. માત્ર ક્રિકેટ(Cricket) નહીં પરંતુ ભારતની અન્ય રમતોમાં પણ અદાણી સમૂહ ઊંડો રસ દાખવી રહ્યું છે. અદાણી ગ્રૂપ(Adani Group) દ્વારા હસ્તગત કરાયેલી કંપની જી.એમ.આર ગ્રુપે(GMR Group) અલ્ટીમેટ ખો ખો લીગમાં(Ultimate Kho Kho League) ગુજરાતની ટીમ હસ્તગત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ખોખો એ ભારતની પરંપરાગત રમત છે. તેમજ એશિયાના(Asia) અનેક દેશોમાં આ રમત નું આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) આયોજન પણ થાય છે. હવે આવનાર દિવસમાં ક્રિકેટ અને કબડ્ડી(Kabaddi) ની જેમ ખોખો ની રમત નું પણ કમર્શિયલ સ્તરે(commercial level) આયોજન થવા જઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે અદાણી સમૂહ તેમાં આગેવાની કરશે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર- હવે લોન થશે મોંઘી- RBIએ ફરી એકવાર રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો