ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
દિલ્હી પોલીસ અત્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને શોધી રહી છે. વાત એમ છે કે દિલ્હીના મોડલ ટાઉન એરિયામાં છત્રસાલ સ્ટેડિયમ પાસે કુસ્તીબાજો ના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ગોળીબાર પણ થયો હતો તેમજ બે જૂથના લોકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. ઘટનાસ્થળ પર મોજુદ લોકોના બયાન પ્રમાણે પહેલવાન સુશીલકુમાર પણ આમાં સામેલ હતો. આ મારામારીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેનું નામ સાગર છે. એવું કહેવામાં આવ્યું કે આ લડાઈ પ્રોપર્ટી સંદર્ભેની હતી.
ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.
દિલ્હી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડયા છે. તેમજ વધુ વિગતો ભેગી કરવામાં આવી રહી છે.