Site icon

શું તમને ખબર છે કે બીસીસીઆઈને બોલરના પ્રતિ બોલ નાખવા પાછળ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે-જાણો રસપ્રદ આંકડા

News Continuous Bureau | Mumbai 

IPL-T20 લીગની 2023થી 2027ની આગામી પાંચ સીઝન માટેના મીડિયા રાઈટ્સ(Media Rights)  અધધધ કહેવાય એમ 48,390 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે.  જેમાં BCCIને IPLના પ્રત્યેક બોલથી 49 લાખ રૂપિયા અને પ્રત્યેક ઓવરથી 2.95 કરોડ રૂપિયાની જંગી કમાણી થવાની છે.

Join Our WhatsApp Community

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ક્રિકેટ બોર્ડને(cricket board) 2023થી IPLની પ્રત્યેક મેચમાં 119 કરોડ રૂપિયાની કમાણી થશે.  2018માં સ્ટાર ઇન્ડિયા(Star India) દ્વારા મેળવવામાં આવેલા પાંચ વર્ષ રાઈટ્સ મુજબ ભારતને પ્રત્યેક ડોમેસ્ટિક મેચ(Domestic match) (IPL)ની સરેરાશ કિંમત 60 કરોડ રૂપિયા મળતી હતી. 

બોર્ડને  2018થી 2022 સુધીની છેલ્લા પાંચ વર્ષના કરાર મુજબ પ્રત્યેક IPL મેચના લગભગ 55 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ- ધારદાર ભાલાથી તોડ્યો પોતાનો જ નેશનલ રેકોર્ડ-જુઓ વિડીયો જાણો વિગતે  

IPLના આગામી પાંચ વર્ષ માટે BCCIએ ચાર પેકેજ તૈયાર કર્યા હતા, જેમાં વાયકોમ 18(Viacom 18), સ્ટાર ડિઝની(Star Disney) તથા ટાઈમ્સ ઈન્ટરનેટ(Times Internet) જુદા જુદા પેકેજ મેળવ્યા હતા. ટીવી અધિકારના પેકેજ –એ માં મેક્ઝિમ બોલી 23,575 કરોડ રૂપિયા (પ્રતિ મેચ 57.5 કરોડ રૂપિયા)ની લાગી હતી.

BCCIની ટી-20 લીગની સામે પાકિસ્તાનની ક્રિકેટ લીગની (Pakistan Cricket League) વેલ્યૂ નજીવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેની લીગ માટે બે વર્ષના કરાર મુજબ ભારતીય ચલણ મુજબ માત્ર 166 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક સિઝનની 34 મેચ માટે 83 કરોડ રૂપિયા જ મળે છે. જેની સામે IPLની એક મેચના 119 કરોડ રૂપિયા મળે છે.

 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version