News Continuous Bureau | Mumbai
શારદીય નવરાત્રી(Sharadiya Navratri)નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે ત્રીજું નોરતું(Third Day) છે ત્યારે ક્રિકેટર્સ(Cricketers) પણ ગરબે ઘૂમી(Garba)ને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આઈપીએલ 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) તેના ટ્વિટર એકાઉન્ટ પર ગરબા રમતા ક્રિકેટર્સનો વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં કોચ આશિષ નહેરા, અફઘાન ખેલાડી રાશિદ ખાન, હાર્દિક પંડ્યા, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા, ડેવિડ મિલર સહિતના ક્રિકેટર દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગરબા ફીવર ઈઝ ઓન- મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓ ઘૂમી ગરબે- જુઓ વાયરલ વિડીયો
આ વીડિયો શેર કરીને શુભેચ્છાઓ આપી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, એ હાલો મન મોર બની થનગનાટ કરવા…