ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું.
વનડે અને ટી 20 વર્લ્ડ કપના 29 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાને ભારતીય ટીમને હરાવી હતી.
મેચમાં, ટીમ ઇન્ડિયાએ પ્રથમ રમતી વખતે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
કેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને અણનમ 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી શકી નહોતી.
