252
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ભારતનું નામ વધુ એક ખીલાડીએ ઉજળું કર્યું. ખુબ જ જાણીતા અને પ્રખયાત ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેતા ૬૪મી નેશનલ શૂટિંગમાં ૫૬૪નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચૌધરીનો મેડલ ૬ ડિસેમ્બર સુધી ચાલનારી ચેમ્પિયનશિપમાં દિવસનો બીજો મેડલ હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શૂટરે ફ્રી-પિસ્તોલમાં ૨૮૭ સ્પર્ધકોનો સામનો કર્યો હતો. આર્મીના રવિન્દર સિંહે સિલ્વર અને પ્રદીપ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય રેકોર્ડ ધારક જીતુ રાય ૧૩મા સ્થાને છે.
You Might Be Interested In