Site icon

તો હવે આટલા દેશો રમશે વર્લ્ડ કપ; જાણો આઇસીસીનો નવો પ્લાન

ICC scraps 'soft-signal' during dismissals, makes multiple changes ahead of WTC Final

ICC scraps 'soft-signal' during dismissals, makes multiple changes ahead of WTC Final

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાએ જ્યારે આખા વિશ્વને ભરડામાં લીધું છે, ત્યારે આઇસીસી નવો પ્લાન બનાવી રહી છે. નવા પ્લાનમાં આઇસીસી T-20 અને વન-ડે વર્લ્ડ કપમાં દેશોની સંખ્યા વધારવાની વિચારણા કરી રહી છે. નવી યોજના મુજબ આઇસીસી ૧૬ની જગ્યાએ T-20 અને વર્લ્ડ કપમાં ૨૦ દેશોની ભાગીદારી નક્કી કરશે.

આઇસીસી વધુ દેશો વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લે એ માટે પણ પ્રયાસ કરશે. જોકે આઇસીસી દ્વારા નવી રમત યોજનાને હજુ મહોર મારવામાં આવી નથી. વન-ડે વર્લ્ડ કપમાં જેટલા દેશો ભાગ લે છે એમાં નબળી ટીમોની ભાગીદારીને કારણે રોમાંચક મૅચ જોવા મળશે એવી શક્યતા ઓછી છે. એનો ફટકો બ્રોડકાસ્ટર્સ સહિત દરેક પર પડે છે. પરિણામે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં ફક્ત ૧૦ દેશોએ ભાગ લીધો હતો, પરંતુ હવે આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં દેશોની ભાગીદારી વધારવાનું વિચારી રહી છે.

કર્મનો સિદ્ધાંત અટલ છે : પિતા દોઢ વર્ષના પુત્રને વેચવા ગયો અને મળ્યું દર્દનાક મૃત્યુ

ઉલ્લેખનીય છે કે એક દિવસીય વિશ્વ કપમાં ૧૯૭૫થી ૧૯૮૭ સુધી માત્ર આઠ જ દેશ ભાગ લેતા હતા. ૧૯૯૨માં આ સંખ્યા નવ અને ૧૯૯૬ અને ૧૯૯૯માં બાર દેશોએ ભાગ લીધો હતો. ૨૦૦૭માં સૌથી વધુ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ સદંતર આ આંકડો ઘટતો રહ્યો. ચાલુ વર્ષમાં ભારતમાં T-20કપનું આયોજન થવાનું છે અને ત્યારબાદ ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપનું આયોજન થશે. કોરોનાની સ્થિતિ આ બંને વર્લ્ડ કપને પ્રભાવિત કરી શકે છે.

જોકેહાલ બંને વર્લ્ડ કપમાં ફક્ત ૧૬ દેશો જ ભાગ લેશે. ૨૦૨૪ પછી ૨૦ દેશો T-20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરે એવી સંભાવના છે.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version