Site icon

વાહ સુનીલ ગાવસ્કર વાહ!!! ભારત સરકાર માંગે કે ન માંગે પણ સુનીલ ગાવસ્કર ક્રિકેટ કોમેન્ટ્રી દરમિયાન બ્રિટન પાસે કોહીનૂર હીરો માંગી લીધો. પણ કઈ રીતે? જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ક્રિકેટ(cricket) ફેસ્ટિવલ IPLની એક મેચમાં રવિવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને લખનૌ સુપર જાયન્ટસનો મુકાબલો હતો. કોમેન્ટ્રી ચાલી હતી એ દરમિયાન મુંબઈ(Mumbai)ના મરીન ડ્રાઈવ(Marine Drive)ના સુંદર નજારા પરથી વાત નીકળતા ક્રિકેટર સુનિલ ગાવસ્કરે(Sunil Gavaskar) વાત-વાતમાં બ્રિટિશ કોમેન્ટરને બ્રિટિશ સરકાર(British Govt) પાસેથી અમારો કોહિનૂર(Kohinoor Diamond) પાછો આપી દેવો એવી વાત કહી દીધી હતી. જે વર્ષોથી ભારત સરકાર(Indian Govt) કહી શકી નથી, તેને મજાક-મજાકમાં સુનીલ ગાવસ્કરે કહી નાખી હતી.

Join Our WhatsApp Community

રવિવારની મેચ દરમિયાન વિખ્યાત કોમેન્ટેટર અને ક્રિકેટ વિવેચક સુનીલ ગાવસ્કર અને બ્રિટીશ કોમેન્ટેટર એલન વિલ્કિન્સન(Alan Wilkins) કોમેન્ટ્રી કરતા હતા. આ સમયે કેમેરામેને મરીન ડ્રાઇવ(Marine Drive)નો સુંદર નજારો કેમેરા પર દેખાડયો હતો. આ ખૂબસૂરત દ્રશ્ય જોઇને ગાવસ્કરે સાથી કોમેન્ટેટર એલેન વિલ્કિન્સ(Alan Wilkins) ને કહયું કે સુંદર દશ્ય કવીન્સ નેકલેસનું છે.  

ક્વીન નેકલેસના નામની સાથે સુનીલ ગાવસ્કરે તુરંત બ્રિટિશ સરકારના કબજામાં રહેલા કોહિનૂર હીરાની રાહ ભારતીયો જોઈ રહ્યા હોવાની ટિપ્પણી કરી નાખી હતી. આપની પાસે બ્રિટીશ સરકાર(British Govt) ને કહેવાનો કોઈ તરીકો હોય તો કોહિનૂર હીરો(Kohinoor Diamond) અમને પાછો આપી દે. અચાનક ગાવસ્કર ની વાત સાંભળીને બ્રિટીશ કોમેન્ટેટર વિલ્કિન્સ જોરથી હસવા લાગ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : મહિલા ક્રિકેટમાં ICCનો ક્રાંતિકારી નિર્ણય, આ વર્ષના જાન્યુઆરીમાં રમાશે પ્રથમ U-19 વુમન વર્લ્ડ કપ; જાણો વિગતે

ક્રિકેટની કોમેન્ટરી દરમિયાન કોહિનૂર હીરા(Kohinoor Diamond) ની ગંભીર વાત એકદમ હળવાશથી રજૂ કરવાની ગાવસ્કરની શૈલી લોકોને પસંદ આવી હતી. પૂર્વ ક્રિકેટર ગાવસ્કર માત્ર કોમેન્ટેટર જ નહીં તે કરંટ ટોપિક પર પણ ખૂબ નોલેજ ધરાવે છે તે જગજાહીર છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક અને રહસ્યમય ગણાતો કોહિનૂર હીરો(Kohinoor Diamond)  વર્તમાન આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના ગંટુર જિલ્લાના ગોલકંડાની ખાણમાંથી પ્રાપ્ત થયો હતો. આ કોહિનૂર પહેલા કોની પાસે રહ્યો એનો ઉલ્લેખ મળતો નથી પરંતુ બાબરમાનામાં ઉલ્લેખ મુજબ ઇસ 1294 આસપાસ ગ્વાલિયરના કોઇ રાજા પાસે હતો. કોહિનૂર માટે એમ કહેવામાં આવેલું કે એને જે ધારણ કરશે તે દુનિયા પર રાજ કરશે. એટલું જ નહી એક સમય એવો પણ આવશે હીરો જ પતનનું કારણ બનશે. શરૂઆતમાં કોઈ સાચુ માનતું ન હતું પરંતુ પછીથી સૌ સ્વીકારવા લાગ્યા હતા. કાક્તીય વંશના અંત પછી હીરો તઘલખ વંશીઓ પાસે અને પછીથી મોગલો પાસે આવ્યો હતો. ઇસ 1739માં નાદિરશાહે ભારત પર આક્રમણ કરીને મોગલો પાસેથી કોહિનૂર ઈરાન(Iran) લઈ ગયો હતો.

નાદિરશાહની હત્યા થતા કોહિનૂર અફઘાનિસ્તાન(Afgahnistan)ના અહમદશાહ દુરાનીના વંશજ શુજા દુરાનીએ પાસે ગયો હતો. દુરાની યુદ્ધમાં હારી જતા પંજાબના રાજા રણજીતસિંહને સોંપ્યો હતો. રણજીતસિંહના મુત્યુ પછી અંગ્રેજોએ હીરો લંડનની મહારાણી(London Queen)ને મોકલાવ્યો હતો. કોહિનૂર શાપિત હીરો છે એવું મહારાણી પણ જાણતા હતા આથી તેને માત્ર મહિલા જ ધારણ કરશે એવી વસિયત બનાવી હોવાનું કહેવાય છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version