ટોક્યો ઓલિમ્પિક્સ: કુશ્તીની સેમીફાઇનલ હાર્યા રેસલર બજરંગ, જોકે હજી પણ ભારત માટે બ્રોન્ઝ મેડલની આશા જીવંત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

શુક્રવાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી ગયો છે.

બજરંગને 65 કિલો વજનની કેટેગરી અઝારબૈઝનના પહેલવાન હાજી અલીયેવે સામે 12-5 થી હાર મળી છે. 

આ હાર સાથે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલનું સપનું તૂટી ગયું છે. હવે તેઓ શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

ઉલ્લેખનીય છે કે ભારતે અત્યાર સુધીમાં ટોક્યોમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More