ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતના બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે ટોકિયો પેરાલિમ્પિક્સ-2020 માં શાનદાર શરૂઆત કરી છે.
તેણે તેની પુરુષ સિંગલ્સ શ્રેણી SL4- ગ્રુપ A ની પ્રથમ મેચ જીતી છે. આ મેચમાં તેણે જર્મનીના નિકલાસ પોટના પડકારનો સામનો કર્યો હતો.
સુહાસે એક તરફી રમત રમી અને 21-9, 21-3 થી જીત મેળવી. સુહાસે જીતવા માટે માત્ર 19 મિનિટનો સમય લીધો.
હવે આગામી મેચમાં સુહાસનો સામનો ઇન્ડોનેશિયાના હેરી સુસાન્ટો સામે થશે.
ઉલ્લેખનીય છે કે સુહાસ ઉત્તર પ્રદેશના નોઈડાના ડીએમ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર તે દેશના પ્રથમ IAS અધિકારી છે.
