News Continuous Bureau | Mumbai
ઇન્ડિયન ક્રિકેટર(Indian cricketer) વિરાટ કોહલી(Virat Kohli) આ દિવસોમાં ટી20 વિશ્વકપ(T20 World Cup) માટે હાલ ઓસ્ટ્રેલિયામાં(Australia) છે. આ દરમિયાન તેની હોટલના રૂમનો(hotel room) એક વીડિયો સોશિયલ મીડિયામાં(social media) વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તેની પત્ની અનુષ્કા શર્માએ(Anushka Sharma) વીડિયો રેકોર્ડ કરનાર ફેન પર નારાજગી વ્યક્ત કરી છે. તો વિરાટ કોહલીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
વિરાટે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે તેણે એક લાંબી પોસ્ટ પણ લખી છે.
તેણે લખ્યું, 'હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીને જોઈને કેટલા ખુશ છે અને તેમને મળવા માટે કેટલા ઉત્સાહિત છે. હું આની પ્રશંસા કરું છું. પરંતુ આ વીડિયો ખૂબ જ ડરામણો છે. તેણે મને મારી નિજતા વિશે ખુબ અજીબ અનુભવ કરાવ્યો છે. જો હું મારા હોટલના રૂમમાં પ્રાઇવેસી ન રાખી શકું, તો હું ખરેખર કોઈપણ પર્સનલ સ્પેસની અપેક્ષા ક્યાં કરી શકુ છું? મહેરબાની કરી લોકોની પ્રાઇવેસીનું સન્માન કરો અને તેને મનોરંજનના રૂપમાં ન લો.'
આ સમાચાર પણ વાંચો : ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં 8 બોલમાં 28 રન, વિરાટ કોહલી ના દરેક શોટ માત્ર બે મિનિટમાં… જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. તે હંમેશા પોતાની પુત્રી વામિકાની તસવીરો પણ ક્લિક ન કરવાની વિનંતી કરતા રહે છે.
