MI vs CSK મેચ પૂર્વે મુંબઈના પ્લેયર મુશ્કેલીમાં, પ્રેક્ટિસ સેશન દરમિયાન મધમાખીનું ઝુંડ સ્ટેડિયમમાં ત્રાટક્યું, સર્જાઈ અફરાતફરીની સ્થિતિ; જુઓ વિડીયો જાણો વિગતે..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL-2022ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai super kings) (MI vs CSK) વચ્ચે રમાવાની છે. મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી(Mumbai, DY Patil Stadium)માં આજે યોજાનારી મેચ પહેલા મુંબઈ તૈયારીઓમાં(training session) વ્યસ્ત હતું. આ વચ્ચે ખેલાડી(Player)ઓ પર એટેક થયો જેના કારણે ખેલાડીઓ પોતાની સુરક્ષા માટે મેદાનમાં ઢળી પડ્યા હતા. આ જોકે આ 'હુમલા' પાછળનું કારણ માણસો નહીં પણ મધમાખી(Honey bees)ઓ છે. જી, હા… મધમાખી(Honey bees)ઓના હુમલાથી બચવા માટે ખેલાડી(Player laid down)ઓને મેદાનમાં સૂવું પડ્યું હતું. જોકે સદનસીબે તેનાથી કોઈને નુકસાન થયું ન હતું. પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે IPL 2022માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. MIએ કુલ 6 મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કર્યો છે. તેવામાં 21 એપ્રિલે ચેન્નઈ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં પણ વિઘ્ન આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : આઇપીએલ પર કોરોના ગ્રહણ. દિલ્હી અને રાજસ્થાનની મેચ પર મહામારીની અસર, અધિકારીઓએ લીધો આ મોટો નિર્ણય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More